કડી સરકારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ રજા ઉપર ઉતરતા દર્દીઓ થયા હેરાન

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના કુંડાળ ગામે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના વર્ગ બે અને ત્રણના કર્મચારીઓનો છેલ્લા ચાર માસથી પગાર ન થતા ન છૂટકે માસ CL ઉપર ઉતરવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા કર્મચારીઓ માસ CL ઉપર ઉતરતા અન્ય જગ્યાએથી સ્ટાફને બોલાવાની ફરજ પડી હતી. 17થી વધુ કર્મચારીઓ CL ઉપર ઉતર્યા છે. તેની સામે પૂરતો સ્ટાફ ન આવતા દર્દીઓ હેરાન થયા હતા.કડી સરકારી હોસ્પિટલમાં ક્લાસ બે અધિકારી તરીકે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવતા ચાર અધિકારીઓ સહિત ક્લાસ ત્રણના ફાર્માસિસ્ટ, નર્સ, ક્લાર્ક, લેબ ટેકનીશીયન, સહિત કુલ 17થી પણ વધુ કર્મચારીઓ છેલ્લા ચાર માસથી પગારથી વીંચિત રહ્યા હતા. જેથી તેમની હાલત કફોડી બની ગઈ છે. ચાર માસ પૂર્ણ થવાના હવે દસ દિવસ બાકી છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કર્મચારીઓનો પગાર ન કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. કર્મચારીઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી પગાર ન કરાતા આખરે કર્મચારીઓને માસ CL ઉપર ઉતારવાનો વારો આવ્યો હતો.કડીના કુંડાળ ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સહિત કુલ 17થી વધુ કર્મચારીઓ ગુરુ, શુક્ર અને શનિ એમ ત્રણ દિવસ માટે માસ CL ઉપર ઉતરતા દર્દીઓની કફોડી હાલત જોવા મળી હતી. કર્મચારી દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટન્ટને પણ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ કઈ નિવારણ ન આવતા ગત મહિને કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.જ્યાં કરસનભાઈ સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ અગ્ર સચિવને લેખિતમાં પત્ર લખીને વહેલી તકે પગાર ચૂકવવા માટે રજૂઆત કરી હતી.


પણ તેને પણ એક મહિનો થવા આવ્યો છે. પરંતુ હજુ સુધી કર્મચારીઓ ચાર માસના પગારથી વંચિત રહેતા કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ હતી. જેને લઇ આખરે કર્મચારીઓ દ્વારા બે દિવસ અગાઉ સુપ્રિન્ટેન્ડને લેખિતમાં જાણ કરીને ત્રણ દિવસ માટે માસ CLઉપર ઉતરી ગયા હતા.કડી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ CL ઉપર ઉતરતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી. મૂળ દાહોદ જિલ્લાના અને કડીથી 30 km દૂર આવેલા દેત્રોજ તાલુકાના કોંતિયા ગામે મજૂરી કામ કરતાં શંકરભાઈ પોતાની પત્નીને સગર્ભા અવસ્થામાં હોય તેઓ કડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી પહોંચ્યા હતા. પરંતુ ડોક્ટરોના અને કર્મચારીઓના અભાવના કારણે તેમની હાલત કફોડી બની ગઈ હતી.જ્યાં બે કલાક સુધી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ગાડીની અંદર તેમની પત્નીને બેસી રહેવાનો વારો આવ્યો હતો. આખરે સિવિલ હોસ્પિટલ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું કે, તમે ગાંધીનગર લઈ જાવ. આમ કર્મચારીઓ CL પર ઉતારતા અનેક દર્દીઓને ધર્મના ધક્કા ખાવા પડ્યા હતા.કડી સરકારી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ મનીષાબેન જોડે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, મારા સ્ટાફમાં ક્લાસ 2 અને 3ના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. તેઓને ચાર મહિનાથી પગાર નથી મળ્યો તે બાબતે તેઓ માસ CL ઉપર ઉતર્યા છે. ઉપર સુધી બધી જ રજૂઆત થઈ ચૂકી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, અમને ઉપરની ઓથોરિટીનો સહકાર છે. અમારા 17 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે તે માટે બીજી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં બીજી જગ્યાએથી કર્મચારીઓને બોલાવવામાં આવેલા છે. આ અંગે ઉપરની ઓથોરિટીની વ્યવસ્થિત રીતે જાણ કરવામાં આવેલી છે. ટૂંક સમયની અંદર આ સમસ્યાનો નિકાલ આવી જશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.