મહેસાણા જિલ્લાના 1869 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું
મહેસાણા જિલ્લામાં કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનની મહેસાણા જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ કરાઇ છે.જિલ્લામાં 1869 મતદાન મથકો માટે 10 હજાર પોલીંગ સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયો છે. મહેસાણા જિલ્લાના તમામ મતદાન મથકો અને અન્ય જગ્યાઓ માટે પોલીસ સ્ટાફ તેમજ કેન્દ્ર્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરાયા છે.વધુમા જિલ્લામાં 1869 મતદાન મથકોમાંથી એટલે કે 50 ટકા ઉપર મતદાન મથકો 941 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે જેના પરખી જિલ્લા કક્ષાએ તેમજ આર.ઓ કક્ષાએ નિરીક્ષણ કરાશે. મહેસાણા જિલ્લામાં ચૂંટણીપંચના નવતર અભિગમ અન્વયે 49 સખી મતદાન મથકો, 02 યુવા સંચાલિત મતદાન મથકો, 07 મોડલ પોલીંગ સ્ટેશન અને 07 ઇકો ફ્રેન્ડલી સ્ટેશન તૈયાર કરાયા છે.
મહેસાણા જિલ્લામાં 80 વર્ષથી ઉપરના મતદારો તેમજ પીડબલ્યુ ડી મતદારોએ મતદાન મથકોએ મત આપવા નિર્ણય કર્યો છે તેવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ સન્માનપત્રથી સન્માનીત કરવામાં આવશે જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે દરેક પ્રકારની ફરીયાદો માટે આર.ઓ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. 04 ડિસેમ્બરે સવારે 08 કલાકથી મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા વિસ્તારોમાં આવેલ ડિસ્પેચીંગ સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી અને ઈવીએમ સાથે, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદારોનો અમૂલ્ય મત લેવા માટે વિવિધ મતદાન મથકો પર પ્રસ્થાન કરશે.
અત્રે ઉલ્લેખનીય છેકે EPIC ઉપરાંત મતદાર ચુટણી પંચ દ્વારા માન્ય કરેલ, અન્ય પુરાવા દેખાડી ને મતદાન કરી શકશે.વધુમાં મતદાર માહિતી સ્લિપ (જે સફેદ રંગ ની મતદાર કાપલી તમારા બીએલઓ મારફતે તમને આપવા મા આવેલી છે), આ ફકત મહિતી આપવા માટે છે,જેને પુરાવા તરીકે દર્શાવી શકાશે નહિ.