કડીતાલુકાના નાની કડી વિસ્તારમાં ડમ્પર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ડમ્પર દવાખાનામાં ઘૂસ્યું

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસે એક દવાખાનામાં અચાનક જ ડમ્પર ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. કડી તરફથી માટી ભરેલ આવી રહેલ ડમ્પર કલ્યાણપુરા તરફ જઈ રહ્યું હતું. જ્યાં રસ્તામાં આવતા નાની કડી જકાતનાકા વિસ્તારમાં અચાનક જ ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર દવાખાનામાં ઘૂસી ગયું હતું. જ્યાં પડે એક બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

કડી તરફથી માટી ભરીને આવી રહેલ ડમ્પર નંબર GJ 18 AU 8022 માટી ભરીને કલ્યાણપુરા તરફ જઈ રહ્યું હતું. જે દરમિયાન રસ્તામાં આવતા નાની કડી વિસ્તારના જકાતનાકા પાસે પહોંચતા ડમ્પર ચાલક ભરતે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ડોક્ટર દિલીપ લોઘણેજાના દવાખાનામાં ઘૂસી ગયું હતું. સદનસીબે રાત્રી દરમિયાન દવાખાનું બંધ હોવાથી મોટી જાનહાની ચડી હતી. તેમજ આ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો રાત્રિ દરમિયાન જમી આટો મારવા નીકળતા હોય છે. આ વિસ્તારની અંદર લોકોની અવર-જવર પણ થતી હોય છે. તેમ છતાં રાત્રિ દરમિયાન આ રોડ ઉપરથી માટી ભરીને ડમ્પર ચાલકો ફૂલ ઝડપે જતા અનેકવાર નજરે પડતા હોય છે, પરંતુ પોલીસ અને તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. તેમજ દવાખાનાની આગળ પડેલ બાઈક નંબર GJ 1 MF 9783ને ટક્કર મારી ડમ્પર દવાખાનામાં ઘૂસી ગયું હતું .જેથી બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડમ્પર ફુલઝડપે દવાખાનામાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.