કડીમાં વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ દુર્ગંધ મારાતું અને ડોહળું આવતા લોકોએ ત્રાહીમામ પોકાર્યો

મહેસાણા
મહેસાણા

કડીમાં આવેલી લુહારકુઈ ચોક વિસ્તારમાં આવેલ ઊંડી ફળી વાસમાં છેલ્લાં એક અઠવાડિયાથી પાણીના કનેકશનમાંથી પીવાનું પાણી ગંદુ આવતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અનેકવાર ત્યાના રહીશોએ નગરપાલીકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં ત્યાંના સત્તાધિશોનું પેટનું પાણી હલતું જોવા મળતું નથી.કડીના લુહારકુઈમાં આવેલ ઊંડી ફળી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડહોળું દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની સમસ્યા વકરી છે. દરમિયાન હવે તો ગટરનું ગંદુ પાણી પીવાના પાણીના કનેકશનમાં આવવાથી ઊંડી ફળી વિસ્તાર રહેતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આરોગ્ય સાથે ચેડા સમાન બેદરકારી દૂર કરાવે તેવી માગ વિસ્તારમાં રહેતા રહીશોમાં ઉઠવા પામી છે.


શહેરના સવારે પાણી વિતરણના સમયે આ વિસ્તારની ગૃહિણીઓએ નળ કનેકશનમાંથી વિતરણ થતું ગટરનું ગંદુ અને દુર્ગંધગ્રસ્ત પાણી આવતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શેરીમાં એકત્રીત થઇને જાહેર આરોગ્ય સાથે ચેડા સમાન તંત્રની આ ઘોર બેદરકારી તાત્કાલિક દૂર કરવા ઉગ્ર માગ ઉઠાવી હતી. અનહદ ખરાબ પાણી આવતા આ વિસ્તારમાં વધુ રહેવાસીઓ પાણી વગરના રહેતા જબરો દેકારો બોલાયો હતો. અને રહેવાસીઓએ એકી અવાજે માગ ઉઠાવી હતી. સ્માર્ટ સીટીના બણગા ફૂંકતા નગરપાલિકાના સત્તાધિશોને જન આરોગ્ય બગડે તેવી બેદરકારી નજરે પડતી નથી.છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણીની અંદર ગંદકી વાળું પાણી આવતા ત્યાંના લોકો હેરાન પરેશાન જોવામાં મળી રહ્યા છે. લોકોને બહારથી પાણી ભરવા જવાનો વારો આવ્યો હોય તેવુ જોવા મળી રહ્યું છે. અહીંયાના લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. છતાં કોઈ આ બાબતે ધ્યાન લઇને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે અને રોગચાળા ફેલાય નહી. તે બાબત ગંભીતાપૂર્વક ધ્યાન રાખીને તાત્કાલિક આનો નિરાકરણ લાવી તેવી લોક ની માગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.