વિસનગર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાએ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

મહેસાણા
મહેસાણા

 

વિસનગરમાં આવેલા શહેર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશન ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનના અધિકારીઓને અગાઉ ચોરીઓમાં સંડોવાયેલા આરોપીઓની પ્રવૃતિઓ પર ધ્યાન રાખવા, નંબર પ્લેટ વગરના વાહનોને ખાસ ચેક કરવા અને અસરગ્રસ્ત વિસ્તાર નક્કી કરી ખાસ ટીમો બનાવી તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટેની જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. વિસનગર તાલુકા પંથકમાં વધી રહેલ ઘરફોડ ચોરીઓને પગલે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા શહેર પોલીસ સ્ટેશન ખાતે વિસનગર ડિવિઝનમાં આવતા વિસનગર, ઊંઝા, ખેરાલુ, વડનગર, લાડોલ, વસાઈ, વિજાપુરના અધિકારીઓ સાથે આ ગુનાઓ અટકાવવા મિટિંગ કરી એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં પંથકમાં અગાઉ ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ અન્ય ચોરીઓમાં સંડોવાયેલા આરોપીઓ પર સતત વોચ ગોઠવવા, શહેરમાં એન્ટ્રી અને એક્સિટ પોઇન્ટ બનાવી તેના પર બેરિટેક કરી સરપ્રાઇઝ ચેકીંગ કરવું, નશો કરી વાહન ચલાવતા શખ્સો પર કેસો કરવા, નંબર પ્લેટ વગરના વાહનો અને શંકાસ્પદ શખ્સોને ચેક કરવા, નાઈટમાં રહેલ જી.આર.ડી અને હોમ ગાર્ડના સભ્યોનો મહતમ ઉપયોગ કરવા, અસરગ્રસ્ત વિસ્તાર નક્કી કરી ખાસ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવા અને એટીએમ અને શોપિંગ મોલમાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ સાથે સર્વેલન્સના માણસો મારફતે સંકલન રહેવા સૂચના અપાઇ હતી. તમામ થાણાના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.