ખેરાલુના રામપુરા પાલડી ગામ નજીક સ્ટેયરીંગપરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈને ડીવાઈડર સાથે અથડાયું

મહેસાણા
મહેસાણા

ખેરાલુના રામપુરા પાલડી ગામ નજીક બાઈક ચાલકે સ્ટેયરીંગપરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈને ડીવાઈડર સાથે અથડાયું હતું. જેથી અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને પગલે તેને સારવારમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. બનાવને પગલે ખેરાલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ખેરાલુના મંડાલી ગામે રહેતા આધેડ કાનજીભાઈ હઠાભાઈ ચૌધરી ખેરાલુ શીતકેન્દ્ર પાસે આવેલ પૃથ્વી પ્લાઝા કોમ્પ્લેક્ષમા આવેલ ટ્રેડર્સની દુકાને નોકરી કરતા હતા. જેઓ પોતાના ઘરેથી વહેલી સવારે બાઈક લઈ નોકરી જવા માટે નીકળ્યા હતા.જ્યાં નોકરી સ્થળે જઇ જોતા દુકાન બંધ હોઈ તેઓ પરત ઘરે ફર્યા હતાં. ત્યારે રસ્તામાં રામપુરા પાલડી ગામ નજીક તેમને બાઈક પરનો કાબૂ ગુમાવતા તેમનું બાઈક રસ્તા પર સ્લીપ ખાઈ ગયું હતું. બાઈક સ્લીપ ખાઈને રોડના ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા બાઇક ચાલક કાનજી ભાઈ ને માથે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત જોતા રસ્તા પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.જ્યાં એક વ્યક્તિએ ઇજાગ્રસ્તને પોતાની ગાડીમાં ખેરાલુ સિવિલમાં સારવાર માટે લઈ જતા હતા. જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર કેસમાં ખેરાલુ પોલીસે તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.