વિસનગરના તિરૂપતિ નેચરલ પાર્ક ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં એવોર્ડ સન્માન સમારોહ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરના તિરૂપતિ નેચરલ પાર્ક ખાતે અસ્મિતા ફાઉન્ડેશન તેમજ તિરુપતિ સર્જન લિમિટેડ તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ-2023 તથા ડૉ. જીતુભાઈ તિરૂપતી લિખિત પ્રેરણા પુસ્તક વિમોચન સમારોહ અને વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારંભ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ તેમજ પદ્મભૂષણ સ્વામિ સચિદાનંદશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં આ કાર્યક્રમ માં એવોર્ડ એનાયત, પુસ્તક વિમોચન અને સન્માન સમારોહનો ત્રિવેણી સંગમ યોજાયો હતો.સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવામાં જેમણે સિંહ ફાળો આપ્યો છે. એવા ગુજરાતના ગ્રીન એમ્બેસેડર ડૉ. જીતુભાઈ પટેલના પરિવાર તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ધર્મપત્ની મીનાબેન પટેલ દ્વારા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તથા સ્વામી સચ્ચિદાનંદ બાપુનું પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું.


પદ્મ ભૂષણ સંત સ્વામી સચ્ચિદાનંદ, ડૉ. જીતું ભાઈ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાજ્યપાલ આનંદીબેન પટેલનું ગુજરાતના પ્રથમ આયર્ન લેડી એવોર્ડ દ્વારા સન્માનિત કરી ગુજરાતના ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ટીમ દ્વારા સેવા કાર્ય અર્થે રૂ.1,11,111 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જેમાં એટલી જ બીજી રકમ પોતે ઉમેરી મહિલા ઓને કેન્સર વિરોધી રસી માટે વાપરવાની જાહેરાત કરી હતી.આ ઉપરાંત સમગ્ર ગુજરાતની પાટીદાર દીકરીઓને મોટું દાન આપનાર અને બેટી બચાવો મુહિમને આગળ ધપાવનાર સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ તેમજ ઉદ્યોગપતિ તથા સંસ્કારધામ, ગોધાવીના પ્રમુખ ડૉ. આર. કે. શાહ તથા કિસાન મોરચો, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ તેમજ સમગ્ર ગુજરાતના 33 જિલ્લાના 33 જિલ્લાના પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ એવમ સંવર્ધન માટે સમર્પિત પર્યાવરણ પ્રહરીઓનું સન્માન કરાયું હતું.કાર્યકમમાં ખાસ 1100 જેટલી ગંગા સ્વરૂપ બહેનોનું સાડી, મીઠાઈ, ફરસાણ, થાળી, વાટકી, તપેલી વગેરે જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર દ્વારા લિખિત પ્રેરણા પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલે સમાજમાં અનેક નવીન આયામો થકી સમાજ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાન તરફ કાર્ય કરવા યુવા પેઢીને અનુંરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યને હરીયાળું બનાવવા માટે પ્રકૃતિને ઓળખી સમજી અને તેનું જતન કરવાના પ્રેરણાદાયી કામને સન્માન અપાઇ રહ્યું છે જે સૌના માટે આનંદની વાત છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.