છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને કડી પોલીસે ઝડપી પાડ્યો
કડી પોલીસ દ્વારા છેલ્લા છ મહિનાથી જુગાર જેવા કેસમાં છેલ્લા છ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કરવામાં આવેલો હતો. કડી પોલીસને માહિતી મળી હતી કે આરોપી કડી ભાગ્યોદય હોસ્પિટલથી પરત નગર રોડ તરફ જઈ રહ્યો છે. જે આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલી હતી.
કડી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે જુગારના કેસમાં નાસતો ફરતો આરોપી ભાગ્યોદય હોસ્પિટલથી કરણનગર રોડ તરફ જઈ રહ્યો છે જે આધારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવેલો હતો.
છ મહિના પૂર્વે કડી પોલીસ દ્વારા જુગારનો કેશ કરવામાં આવેલો હતો. જેમાં ચિંતન ખોડાભાઈ પટેલ હાલ (રહે.શિવાય સોસાયટી કરણ નગર રોડ, મૂળ રહે.નગરાસણ તાલુકો કડી) ભાગી છુટ્યો હતો અને તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી. જ્યાં પોલીસને માહિતી મળતા ચિંતન ખોડાભાઈ પટેલને કડી ભાગ્યોદય હોસ્પિટલથી કરણ નગર રોડ તરફથી તેને ઝડપી પાડી જેલના હવાલે કરી કાર્યવાહી કરવામાં આવેલી હતી.