અમદાવાદના પ્રોહિબિશન કેસના આરોપીને લાંઘણજ પોલીસે ઝડપાયો

મહેસાણા
મહેસાણા

લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો અમદાવાદનો આરોપી મંડાલી પાસે આવ્યો હોવાની બાતમી મળતાં લાંંઘણજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો.મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ તેમજ ના. જિલ્લા પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇની સૂચના મુજબ ફરાર આરોપીને ઝડપી પાડવા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.જે અંતર્ગત લાંઘણજ પોલીસ મથકના સહિતનો સ્ટાફ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, લાંઘણજ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનનો ફરાર આરોપી કુરેશી બુરહાનુદીન મોહમંદયાસીન રહે. અમદાવાદવાળો મંડાલી ચોક ખાતે આવેલ હોવાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.