કડીમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

મહેસાણા
મહેસાણા

દેશભરમાં એકતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 31 ઓક્ટોબરના દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત તેમજ દેશની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. જે અનુસંધાને આજરોજ નગરપાલિકામાં તેમજ માર્કેટ યાર્ડ ખાતે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિની ઉજવણી કડી ખાતે કરવામાં આવી હતી. કડી માર્કેટ યાર્ડમાં, કડી નગરપાલિકા, સરદાર કોટન માર્કેટ, સરદાર સોસાયટી જેવા અનેક વિસ્તારોમાં જન્મજયંતિની ઉજવણી કરી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા અને ફુલહાર કરાઇને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

માર્કેટ યાર્ડ, પાલિકા, કોટન માર્કેટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ કોર્પોરેટરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર સોસાયટી ખાતે એસપીજી કડી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. જય સરદારના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, કડી માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ, પાલિકા પ્રમુખ અનસુયાબેન, ઉપપ્રમુખ અરવિંદ પંડ્યા, ભરતભાઈ પટેલ, જીગ્નેશ પટેલ વિવિધ કાર્યકર્તાઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.