વિસનગરમાં ઠાકોર સમાજ અનામત સમિતિ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા રજૂઆત

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં મામલતદાર કચેરી ખાતે વિસનગર તાલુકા સમસ્ત ઠાકોર સંગઠન, ઠાકોર સમાજ અનામત સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

તાજેતરમાં બિહાર રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી. તેવી જ રીતે ઓડિશામાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તો ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો સ્પષ્ટપણે જાણી શકાય છે કઈ જાતિઓમાં કેટલી જન સંખ્યા છે અને આર્થિક, રાજકીય અને સામાજિક લાભ કેટલો મળ્યો છે. જેથી સમગ્ર રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થશે અને જાતિ વિકાસથી વંચિત રહી ગયા હોય એમના કારણો શોધી નિરાકરણ લાવી શકાય તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ઠાકોર અનામત સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ અને તાલુકા સમસ્ત ઠાકોર સમાજના પ્રમુખ સહિત સભ્યો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.