મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો

મહેસાણા
મહેસાણા

મહેસાણા : મહેસાણા જીલ્લામાં દૂધ સાગર ડેરીની ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ડેરીમાં કથિત ભ્રષ્ટાચારની વાતો વચ્ચે આવનારી ચૂંટણીને લઇ સત્તા કબજે કરવા આગેવાનો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. જાેકે ચૂંટણીમાં હુકમનો એક્કો તો પશુપાલકો જ હોઇ આગેવાનો તરફથી તેમને રીઝવવા દોડધામ મચી છે. અગાઉ ડેરીના મતદારોની પ્રાથમિક યાદી જાહેર થયા બાદ વાંધા અરજીઓ મંગાવાઇ હતી. આ તરફ હવે આજે સુધારેલી યાદી જાહેર થઇ શકે તેવુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં અગાઉ સ્થગિત થયેલી ચૂંટણી આગામી સમયે યોજાનાર છે. જેને લઇ વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલ દ્રારા મતદારોને રીઝવવા કવાયત હાથ ધરાઇ છે. આ તરફ ડેરીમાં કથિત ભ્રષ્ટાચારની વાતો વચ્ચે યોજાનાર ચૂંટણી રસાકસીભરી બની શકે છે. રજીસ્ટ્રાર કચેરી દ્રારા અગાઉ પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાયા બાદ હવે આજે સુધારેલી યાદી જાહેર થઇ શકે છે. નોંધનિય છે કે, દૂધસાગર ડેરીના મત વિસ્તારમાં મહેસાણા, અને ગાંધીનગર જીલ્લાના અંદાજે ?૧૨૦૦ થી વધુ ગામનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.