મહેસાણામાં ઉનાળુ પાકનું વાવેતર શરૂ, 8 હજાર હેક્ટર જમીનમાં વાવેતર

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય રહ્યા છે. તેવામાં શિયાળા બાદ ઉનાળુ સિઝનની શરૂઆત થતાં ખેડૂતોએ નવી સિઝનની ખેતીના વાવેતર માટે પ્રારંભ કરી દેતા ઉનાળુ સિઝનના પ્રારંભે જ મહેસાણા જીલ્લામાં 8 હજાર હેક્ટર જમીન પર વાવેતર કરવામાં આવ્યું છે. ઉનાળુ સિઝનમાં ખેડૂતોને ખેતી માટે ગરમીના વાતાવરણની અસમાનતા સાથે સિંચાઇની વ્યવસ્થામાં અડચણોનો પડકાર છે.

મહેસાણા જિલ્લામાં શિયાળાની સિઝને વિદાય લીધા બાદ ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ ઉનાળુ પાકના વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં મહેસાણા જિલ્લામાં બાજરી, ઘાસચારો, શાકભાજી વગેરેનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં 8 હજાર હેક્ટરમાં વાવેતર થયું હોવાની વિગતો અધિકારીઓ દ્વારા મળી રહી છે.

જિલ્લામાં ઉનાળુ વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરવામાં નથી આવ્યો. ચાલુ ઉનાળુ ખેતીની સિઝન માટે ખેડૂતોએ બાજરી, ઘઉં, શાકભાજી અને ઘાસચારો વગેરેનું વાવેતર કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.