ખેરાલુ તેલની ફેકટરીમાં અચાનક આગ લાગી, કપાસનો જથ્થો અને તેલના ડબ્બા બળીને ખાખ

ગુજરાત
ગુજરાત

ખેરાલુ જીઆઇડીસીમાં એક ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને લઇ પાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. અચાનક લાગેલી આગથી કપાસનો જથ્થો અને તેલના ડબ્બા સહિતની વસ્તુઓ બળી જતાં મોટા નુકશાનની શક્યતા સેવાઇ રહી છે.

મહેસાણા જીલ્લાની ખેરાલુ જીઆઇડીસીમાં આવેલી કપાસિયા તેલની ફેક્ટરીમાં આગ લાગી હતી. જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં આગથી મોટું નુકશાન પહોંચ્યુ છે. બુધવારે બપોરના સમયે કોઇ કારણસર આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને લઇ ખેરાલુ પાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્રારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અચાનક કોઇ કારણસર ફેક્ટરીમાં આગ લાગતાં સ્થાનિકો સહિત આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, દુર-દુર સુધી ધુમાડાના ગોટગોટા જોવા મળ્યા હતા. આ તરફ ઘટનાને લઇ ખેરાલુ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.