વિસનગરની જી.ડી.હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મહેસાણા
મહેસાણા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ શિબિરો, યોગ સંવાદ સહિત યોગને પ્રોત્સાહન માટે આ વખતે પ્રથમવાર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રતિસાદ દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ જોવા મળી રહ્યો છે ત્યારે વિસનગરમાં પણ યોગ અંગે જાગૃતિ આવે તે માટે ગ્રામ્ય કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.ડી.હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ વિજેતાથનાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થનારને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે.


વિસનગર શહેરમાં આવેલી જી.ડી.હાઇસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જાગૃતિ લાવવા માટે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાકક્ષા અને વિસનગર નગરપાલિકાની સૂર્ય નમસ્કારની સ્પર્ધા જી.ડી.હાઇસ્કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ વિજેતાથનાર એ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તાલુકા કક્ષાએ 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને નગરપાલિકા કક્ષાએ 20 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં મોકલવામાં આવશે તેવું પ્રવિણભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.