વિસનગરમાં શેરી ગરબાઓ-પાર્ટી પ્લોટમાં જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ

મહેસાણા
મહેસાણા

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો થોડા દિવસોમાં પ્રારંભ થવાનો છે. નવરાત્રીના પર્વને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવશે, ત્યારે વિસનગરમાં પણ નવરાત્રી પહેલા ખેલૈયાઓ ગરબા પ્રેક્ટિસ મશગુલ બન્યા છે.


જેમાં અલગ અલગ સ્ટેપ સાથે નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે ગરબા રસિકો પ્રેક્ટિસ કરી પરસેવો પાડી રહ્યા છે અને આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. જેમાં નાના બાળકોની સાથે મોટી ઉંમરના લોકો પણ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.