સ્ટેયરીગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો : મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલી નજીક ત્રિપલ અકસ્માત
મહેસાણા અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી સવારે એકાએક ટ્રેલર, રીક્ષા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળ પોલીસ એમ્બ્યુલન્સ દોડી આવતા ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા.સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.
મહેસાણા અમદાવાદ હાઇવે પર સવારે 10 વાગ્યાના અરસામાં મંડાલી ગામ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ટ્રેલરના ચાલકે સ્ટેયરીગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષા,ટ્રલ અને ટ્રેલર રોડ વચ્ચે અને સાઈડમાં ઉતરી ગયા હતાં. ઘટના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર અકસ્માત મા ટ્રેલર ચલાકના પગે ગંભીર ઇજા થતાં તેણે 108 કર્મીઓએ ગાડીમાંથી ઉતારી એમ્બ્યુલન્સ મા સારવાર માટે લઈ ગયા હતા.અકસ્માત મા રીક્ષા અને ટ્રક ને નુકસાન થયું હતું. જોકે રિક્ષામાં રહેલા લોકોને પણ નાની મોટી ઇજા પહોંચી હોવાની વિગતો સામે આવી છે. હાલમાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેન મારફતે વાહનો રોડની સાઈડમાં ખસેડવામાં કામે લાગી વધુ તપાસ આદરી છે.