કડીના વિવિધ વિસ્તારોમાં છેલ્લા દિવસે ખેલૈયાઓએ આનંદ માણ્યો
નવલી નવરાત્રી મહોત્સવનો મંગળવારે છેલ્લો દિવસ હોવાથી કડી શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. નવમા નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કડી શહેરની વિવિધ પોળોમાં નવરાત્રીના નવમાં દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે છેલ્લા દિવસે પણ ગરબે ગાઇને ખેલૈયાઓએ આનંદ મળ્યો હતો.
કડી શહેરની વિવિધ પોળોમાં નવલી નવરાત્રીના નવે દિવસ માઈભક્તો અને ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. લુહાર કુઈ અને કોઠારી વાસમાં માઇભક્તોએ માતાજીની આરતી આરાધના કરીને ગરબે રમે ઉઠ્યા હતા.કોઠારી વાસમાં વેશભૂષા ધારણ કરીને ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. કોઠારી વાસમાં 450થી વધુ ખેલૈયાઓએ વેષ ધારણ કર્યો હતો. વેષ ધારણ કરીને ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. કોઠારી વાસમાં વેશભૂષા કાર્યક્રમ અંતર્ગત ઇનામ વિતરણનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.