મહેસાણામાં કરિયાણાની દુકાનમાંથી તસ્કરોએ રોકડને બદલે ગોળ-ખાંડ અને તેલની કરી ચોરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં તસ્કરોને લઈ સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. વારંવાર ચોરીની ઘટનાઓ લોકોને પરેશાન કરાવી રહી છે અને માલ મિલકતનું નુક્સાન વેઠવું પડી રહ્યું છે. આ દરમિયાન વધુ એક ચોરીની ઘટના કડીમાં સામે આવી છે. જેમાં કડીના મોકાસણ ગામે તસ્કર કરિયાણાની દુકાનમાંથી ચોરી થઈ છે.


ચોરીની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં તસ્કર પણ નજર આવી રહ્યો છે. તસ્કર દુકાનમાંથી રોકડ ચોરી કરીને લઈ જવાને બદલે કરિયાણાની દુકાનમાંથી ખાંડ અને 10 કિલો ગોળ અને એક સિંગતેલનો ડબ્બો ચોરી કરી ગયો હતો. આમ તસ્કરે રોકડની ચોરી નહીં કરતા અનેક તર્કવિતર્ક ઘટનાને લઈ સર્જાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.