મોઢેરાના જેટકો કવાટર્સમાંથી તસ્કરો નવા વીજ જોડાણ માટે મુકેલો 1.92 લાખનો સામાન ચોરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.જેમાં વધુ એક ચોરીની ઘટના મોઢેરા પોલીસમાં નોંધાઇ છે.જેમાં તસ્કરોએ સરકારી સામગ્રીને નિશાન બનાવી ચોરી કરી છે.તસ્કરોએ મોઢેરાના 66 કેવી જેટકો ખાતે મુકેલ નવા વીજ લાઈન માટેનો સમાન તસ્કરો ક્વાર્ટરના રૂમના દરવાજાના તાળાં તોડી કુલ 1.92 લાખથી વધુના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણામા જિલ્લાના મોઢેરા ખાતે નવા વીજ જોડાણ માટે કનેક્શન આપવાનું હોવાથી કર્મીઓ નવું વીજ જોડાણ માટેનું મટેરિયલ લાવ્યા હતા.જે મટેરિયલ મોઢેરા 66 કે.વી જેટકો ખાતે આવેલા સ્ટાફ ક્વાર્ટસના રમ ન 1 અને 2 મા તમામ મટેરિયલ મુક્યા હતા.જ્યાં નાયબ ઈજનેર સહિતનો સ્ટાફ તે મટેરિયલ લેવા ગયો એ દરમિયાન ક્વાર્ટર ના દરવાજાના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.તેમજ રૂમોમાં પડેલ સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો.સમગ્ર મામલે નાયબ ઈજનેર ગૌતમ કુમાર પટેલે તપાસ કરતા નવા વીજ જોડાણ માટે લાવવામાં આવેલ સમાન તસ્કરો ચોરી ગયા હતા.જે મામલે તેઓએ મોઢેરા પોલીસ મથકમાં 1 લાખ 92 હજાર 873 ના મુદામાલની ચોરી મામલે મોઢેરા પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.