કડીના ખંડેરાવપુરામાં ઝેરોક્ષની દુકાનની બારી તોડી તસ્કરો લેપટોપની ચોરી કરી રફુચક્કર

મહેસાણા
મહેસાણા

કડી તાલુકા તેમજ શહેરની અંદર થોડાક મહિનાઓથી લૂંટ, હત્યા, ચોરી, ઘરફોડ ચોરી જેવી અનેક ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ક્રાઈમનું હબ બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના ખંડેરાવપુરામાં ઝેરોક્ષની દુકાનમાંથી તસ્કરો બારી તોડી લેપટોપ ઉઠાવી રફુચક્કર થઈ જતાં માલિકે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખંડેરાવપુરામાં રહેતા રજનીભાઈ પટેલ કે જેઓ આસ્થા ઝેરોક્ષ/ ઓનલાઈનની દુકાન ધરાવે છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાબેતા મુજબ તેઓ સાંજના સમયે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને રાબેતા મુજબ સવારે દુકાન ખોલી અને દીવાબત્તી કરીને જોયું તો દુકાનની પાછળ આવેલી સિમેન્ટની બારી તૂટેલી હાલતમાં જોઈ હતી.

જ્યારે દુકાનની અંદર તેમણે તલાસી કરતાં દુકાનની અંદર રહેલા લેપટોપ કિંમત રૂ. 32 હજારની ચોરી થઈ હોવાનું જણાતાં તેમણે આજુબાજુ તલાશી કરી હતી અને સીસીટીવીમાં જોતાં બે તસ્કરો લેપટોપ ચોરી જતાં હોય તેવું જોવા મળી રહ્યું હતું. ઉપરાંત એક ઇસમની કેડમાં છરી જેવું કાંઈક ભરાવેલું હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. આ બાબતે રજનીભાઈ પટેલે કડીના બાવલુ પોલીસ મથકમાં દોડી આવીને પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.