મહેસાણાના રાધનપુર રોડ પરથી ઇકો ઉઠાવી તસ્કરો ફરાર

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમા સતત વાહન ચોરીની ઘટના સામે આવી રહી છે.થોડા દિવસ અગાઉ મહેસાણા માંથી એક ઇકો ચોરી જવાની ઘટના સામે આવી હતી જોકે તે ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે વધુ એક ઇકો મહેસાણાના રાધનપુર રોડ પરથી ચોરી થયા અંગેની ફરિયાદ મહેસાણા બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર પુષ્પાંજલિ સોસાયટીમાં રહેતા રવિ કુમાર લક્ષમણ ભાઈ રબારી પોતાની GJ02BP7133 નમ્બર ની ઇકો ગાડી રાધનપુર રોડ પર આવેલ રિયા હોન્ડા સો રૂમ નજીક પાર્ક કરી હતી.જ્યાં 31 તારીખ રાત્રે 1 કલાકે ફરિયાદી પોતાની પાર્ક કરેલ ગાડી સરખી રીતે પાર્ક કરવા ગયા હતા એ દરમિયાન ગાડી ત્યાં જોવા મળી નહોતી બાદમાં તેઓ આસપાસના વિસ્તારમાં ગાડીની તપાસ આદરી જોકે ગાડીની ક્યાંય ભાળ ન મળતા તેઓએ મહેસાણા બી ડિવિઝન પોલીસમાં અજાણ્યા ઈસમો સામે 1.50 લાખ કિંમતની ગાડી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.