વિસનગરના સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમોમાં વડીલોને મસાલેદાર કચેરિયાનું વિતરણ કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરના સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં છેલ્લા 6 વર્ષથી મહેસાણા જિલ્લાના વૃદ્ધાશ્રમોમાં રહેતા નિરાધાર વડીલો તેમજ દિવ્યાંગ બાળકોને ડાયફ્રૂટ મસાલેદાર કચેરિયાનુ વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સ્માઇલ પ્લીઝ ગ્રુપના વિદ્યાર્થીઓએ 250થી વધુ નિરાધાર વડીલો તેમજ દિવ્યાંગ બાળકોને કચેરિયાનું વિતરણ કર્યું હતું. જેમાં સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા નિરાધાર વડીલોના મુખ પર સ્માઇલ લાવવાનું સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.


સ્માઇલ પ્લીઝ ગ્રુપ વિસનગર દ્વારા છેલ્લા 6 વર્ષથી મહેસાણા જિલ્લાના વૃદ્ધાશ્રમોમાં રહેતા નિરાધાર વડીલો તેમજ દિવ્યાંગ બાળકોને ડાયફ્રૂટ મસાલેદાર કચેરીયાનુ વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સ્માઇલ પ્લીઝ ગ્રુપના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ કડા વૃદ્ધાશ્રમ, મોતીપુરા આશ્રમ, વસઈ આશ્રમ, માણસા આશ્રમ, વરસોડા આશ્રમ, મહુડી આશ્રમ, વિજાપુર આશ્રમ, લાડોલ આશ્રમ, વડનગર આશ્રમ, વાલમ આશ્રમ અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘમાં મળી કુલ 250થી પણ વધુ નિરાધાર વડીલો તથા દિવ્યાંગ બાળકોને ક્ચેરિયાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સ્માઇલ પ્લીઝ ગ્રુપના સભ્યોએ વડીલો સાથે ગરબા રમ્યા હતા. તેમજ કપલ ડાન્સ કરાવી તમામના મુખ પર સ્માઇલ લાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા નિશુલ્ક બસની વ્યવસ્થા કરવા બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ તેમજ દાન આપનાર તમામ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.