ઊંઝામાં માર્કેટ યાર્ડમાં જીરુંના ગગનચૂંબી ભાવ બોલાયા : ખેડૂતોને મણના 14 હજાર મળ્યા

મહેસાણા
મહેસાણા

ઊંઝામાં માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. તેની સામે આજે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવે છે. યાર્ડમાં હાલ જીરુંના સારા ભાવ મળ્યા છે. આજરોજ જીરૂંના ભાવ 14,000 સુધી પહોંચ્યા હતા. જીરુંના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.ઊંઝા ગંજ બજારમાં અજમાની સીઝન અંદાજીત 2000 થી 2500 બોરીની આવક રહેવા પામી છે. આ સાલ વાવેતર ઓછું છે. તેમજ માવઠાના મારને કારણે ભાવમાં સુધારો જોવા મળ્યો છે. અજમાના ભાવ ગત વર્ષે 1200 થી 2800 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. જ્યારે મહિના પહેલા અજમાના ભાવ રૂપિયા 2000 થી 2400 રૂપિયા સુધીના રહ્યા હતા. જ્યારે આજે અજમાના ભાવ સરેરાશ રૂપિયા 3100 થી 3382 સુધીના જોવા મળ્યા હતા. યાર્ડમાં અજમાના ભાવમાં રૂપિયા 400 નો વધારો થયો છે.ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસબગુલનો નીચો ભાવ રૂપિયા 3920 થી 5000 રૂપિયા પ્રતિ મણ સુધીનો નોધાયો હતો. સાથે-સાથે રાયડા અને સવાની પણ આવક ઉંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી.જેમાં રાયડાનો ભાવ આજે 960 થી 1063 પ્રતિ મણ નોધાયો હતો ,તલના ભાવ 2580 થી 3010 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો.આજ રોજ ઊંઝા માર્કેટમાં સવાનો ભાવ 3550 રૂપિયા પ્રતિ મણ અને 4145 રૂપિયા પ્રતિ મણનો ભાવ રહેવા પામ્યો છે.આજરોજ જીરું નાં ઐતિહાસિક ભાવ વધારો નોંધાયો હતો. આજે 14 હજારની વિક્રમ કીમતએ પહોંચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.