મહેસાણામાં એક જ રાતમાં 2 ગાડીઓના સાઇલેન્સરની ચોરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે રોહિતવાસમાં રહેતા તલાટી ની ગાડી સહિત માહોલમાંમાં અન્ય એક વ્યક્તિની ગાડીને નિશાન બનાવી સાઇલેન્સર ચોરોએ નવા સાઇલેન્સર ચોરી જુના સાઇલેન્સર લગાવી જવાની ઘટના સામે આવી છે.સમગ્ર મામે તલાટીએ સાંથલ પોલીસ મથકમાં બે ગાડીઓના સાઇલેન્સર ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.જોટાણાના રોહિત વાસમાં રહેતા અને તલાટી તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ ચાવડા પોતાની GJ02CG7471 નમ્બર ની ઇકો ગાડી લઇ નોકરી જવા નિકડયા હતા.એ દરમિયાન રસ્તામાં એકાએક ગાડી બંધ પડી જતા.ગાડીમાં તપાસ કરતા સાઇલેન્સર ના બોલ્ટ ખોલેલા જોવા મદયા હતા.જ્યાં અજાણ્યા કોઈ તસ્કરો ગાડીનું નવું સાઇલેન્સર ચોરી કરી જૂનું સાઇલેન્સર ફિટ કરી ગયા હોવાનું લાગતા માહોલમાંમા તપાસ કરી હતી.તલાટી એ જ્યાં રાત્રે પોતાની ગાડી પાર્ક કરી હતી.તેની સામે આવેલ ઇન્દિરા સોસાયટીમાં રહેતા ચાવડા હાર્દિક ભાઈની ગાડી માંથી પણ તસ્કરો સાઇલેન્સર ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.આમ જોટાણામા એકજ રાતમાં એક વિસ્તારમાંથી બે ગાડીઓના સાઇલેન્સર ચોરી થવા મામલે સાંથલ પોલીસ મથકમાં 1.15 લાખ કિંમતના સાઇલેન્સર ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ છે.ત્યારે પોલીસે પણ તસ્કરો ને ઝડપવા તજવીજ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.