વિસનગરમાં આરોગ્યમંત્રીના હસ્તે શ્રીમતી શર્મિષ્ટાબેન નિરંજનભાઇ પરીખ નર્સિંગ કોલેજનુ ઉદઘાટન કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઇ પરીખ નર્સિંગ કોલેજનો વિસનગર ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સમારોહમાં અધ્યક્ષ તરીકે કાંકરોલી નરેશ પુષ્ટિમાર્ગીય તૃતીય ગૃહાદેશ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 ડોક્ટર વાગીશકુમાર મહારાજ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓની ઓથ સેરેમની પણ યોજાઈ હતી.વિસનગર ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઇ પરીખ નર્સિંગ કોલેજ નો આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને સારી એવી અભ્યાસ મળી રહે તે માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે નર્સિંગમાં પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ મેળવી શકે તે માટે નર્સિંગ કોલેજનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.


જેમાં પરીખ ડી.ડી કન્યા વિદ્યાલય કેમ્પસ ખાતે નર્સિંગ કોલેજ શરૂ કરવા માટે રૂપિયા 41 લાખ જેવી મતભર રકમનું દાન આપનાર દાતા નિરંજનભાઈ મનુભાઈ પરીખનો સન્માન કરવામાં આવ્યું હતું. આ નર્સિંગ કોલેજમાં જી.એન.એમ એ એન એમ તેમજ બીએસસી નર્સિંગ નો અભ્યાસ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેનો આરોગ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને મેડિકલના ક્ષેત્રે સેવા માટેના સંકલ્પ હાથમાં દીપ પ્રગટાવી ઓથ સેરેમનીનું આયોજન કરાયું હતું.આ અંગે આરોગ્યમંત્રી પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે. આપણે હવે તો મેડિકલ ક્ષેત્રે મેડિકલ પેરા મેડિકલ ક્ષેત્રે ખૂબ મોટો વિકાસ કર્યો છે. આજે નર્સિંગમાં પરવેશ મેળવી રહેલી દીકરીઓ સેવા ભાવથી શિક્ષણ મેળવે અને સમાજની વધુમાં વધુ સેવા કરે અને દુનિયામાં જાય, આપણે મેડિકલ ટુરિઝમ ઉભુ કર્યું છે. આપણું બુદ્ધિધન આવતા દસ વર્ષમાં બહાર નહીં જાય અને જે લોકો બહાર ગયા છે. એ પણ દે માં પરત આવશે એવું વાતાવરણ નિર્માણ થઇ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.