વિસનગરના વિશાલ પાર્ટી પ્લોટમાં શસ્ત્ર પૂજન કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં વિશાલ પાર્ટી પ્લોટ ખાતે બ્લડ બેન્કના લાભાર્થે ચાર દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રીના પાંચમા દિવસે વિશાલ પાર્ટી પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ વિશાલ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ગરબાની મોજ માણી હતી. પરી હું મે સહિતના ગીતો પર ખેલૈયાઓએ અંવનવા ડ્રેસ સાથે ગરબે ઘૂમ્યા હતા.


વિશાલ પાર્ટી પ્લોટ ખાતે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જગત જનની મા જગદંબાની શસ્ત્રની પૂજા કરી હતી. જેમાં નવરાત્રીના તહેવારમાં શસ્ત્ર લઈને સવાર માતાજીના શસ્ત્રોની પૂજા કરી હતી. જેમાં નવરાત્રી મહોત્સવમાં ગરબાનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ અવનવા સ્ટેપ સાથે ગરબા ખેલી મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ અવનવા ડ્રેસ પહેરીને આવતા આકર્ષણ નું કેન્દ્ર પણ બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.