ઊંઝા તાલુકાના દાસજ મુકામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના દાસજ ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ઊંઝા મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં અલગ અલગ ગામડાઓમાંથી અરજદારોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ભુણાવ, મહેરવાડા, રણછોડપુરા, વણાગાલા, ખટાસના, કરલી, કરણપુર, કામલી, દાસજ, લીહોડા,ભોંખર, ગંગાપુરા,હાજીપુર, ઉપેરા, ભવાનીપુરા આ તમામ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. સેવાસેતુ કાર્યક્રમમાં આજરોજ જે અરજદારો આવ્યા હતા. એમાં આવકના દાખલા, રેશનકાર્ડ સુધારા વધારા,નવા રેશનકાર્ડની અરજીઓ, આયુષમાન કાર્ડ, આધારકાર્ડ જેવા અન્ય દાખલાઓ માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.


ઉલ્લેખનીય છે કે, ઊંઝા મામલતદાર કચેરીએથી તાલુકામાં અને શહેરમાં અલગ અલગ તારીખોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં અરજદારોને કચેરીએ ધક્કા ખાવા પડે નહીં અને ઘરઆંગણે સુવિધાઓ મળી રહે એ હેતુ સેવાસેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તમામ પ્રકારના દાખલા અને આરોગ્યલક્ષી કાર્ડ માટે અલગ અલગ કર્મચારી હાજર રહ્યા હતા. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યને લગતી સુવિધાઓ કરવામાં આવી હતું. જેમાં આવેલા અરજદારોને બ્લડ પ્રેસર ચેક કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ ચેક કરવામાં આવી હતી અને આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.