સાબરકાંઠા- મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 માસમાં 7 ટ્રોલી ચોરનારો પકડાયો

મહેસાણા
મહેસાણા

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં 7 ટ્રેક્ટર ટ્રેલરની ચોરી કરી રાડ પડાવનાર વિજાપુરના સંઘપુરના ટ્રેક્ટર – ટ્રોલી ચોરે નાનકડી ભૂલ કરી અને પ્રાંતિજ પોલીસના હાથે ચઢી જતાં પોલીસના ખોફ આગળ એક પછી એક 7 ટ્રેલર ચોરીની કબૂલાત કરતા પ્રાંતિજ પોલીસે 1 ટ્રેક્ટર અને 7 ટ્રેલર કિં.રૂ 7.30 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાંતિજ પીઆઇ એચ.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે એકાદ અઠવાડિયા અગાઉ ઘડીમાંથી ટ્રેક્ટર ટ્રોલી ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ સઘન ચેકિંગ કરવા સૂચના આપતાં દરમિયાનમાં સાદોલિયા બ્રિજ પાસે ટ્રેક્ટર લઈને નીકળેલ શખ્સને ઉભો રાખી વાહનના કાગળો માંગતા ગલ્લાં તલ્લાં કરતા અટક કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં હિંમતનગર પ્રાંતિજ અને વિજાપુર તાલુકામાંથી 7 ટ્રોલી – ટ્રેક્ટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ટ્રોલી ચોરનાર પ્રદિપસિંહ ઉર્ફે લાલો જગદીશસિંહ મૂળસિંહ રાઠોડ (31) (રહે. સંઘપુર (ગસાયતા) તા. વિજાપુર જિ. મહેસાણા) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ ચોરીનો ભેદ ઉકેલાયો
1. સાડા ત્રણેક માસ અગાઉ વિજાપુરના ધનપુરામાંથી ટ્રોલી ચોરી
2. દોઢ મહિના અગાઉ વિજાપુરના સુંદરપુરમાંથી ટ્રોલી ચોરી
3. દોઢ મહિના અગાઉ વિજાપુરના ગોવિંદપુરામાંથી ટ્રોલી ચોરી
4. એક મહિના અગાઉ વિજાપુરના સાંકાપુરમાંથી ટ્રોલી ચોરી
5. 22 દિવસ પહેલા વિજાપુરના કણભામાંથી ટ્રોલી ચોરી
6. 15 દિવસ પહેલા હિંમતનગરના વક્તાપુરમાંથી ટ્રોલી ચોરી
7. અઠવાડિયા અગાઉ પ્રાંતિજના ઘડી ગામેથી ટ્રોલી ચોરી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.