વિસનગર સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ બનાવવા માટે ઋષિકેશ પટેલે બેઠક કરી ચર્ચા કરી

મહેસાણા
મહેસાણા

વિસનગર સિવિલ હોસ્પિટલમાં આજે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ખાસ મુલાકાત લીધી હતી. જેમાં સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે હોસ્પિટલના ડોક્ટર્સ સાથે ચર્ચા કરી હતી. જેમાં હોસ્પિટલમાં MRI મશીન, સિટી સ્કેન મશીન, લેબોરેટરી રૂમ, જૂની બિલ્ડિંગનુ રીનોવેશન સહિત અદ્યતન સાધનો સાથે સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો કરવા માટે ચર્ચા કરી હતી.વિસનગર સિવિલ હોસ્પિટલના વધુમાં વધુ આરોગ્યલક્ષી સેવાઓ વિસનગર સહિત આજુબાજુના ગામડાઓના લોકોને મળી રહે તે માટે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તત્પર રહે છે. જેમાં હાલમાં સિવિલ હોસ્પિટલમાં નવીન બિલ્ડિંગનુ કામકાજ ચાલુ રહ્યું છે ત્યારે હજુ સિવિલ હોસ્પિટલને વધુ અદ્યતન બનાવી શકાય તે માટે સિવિલ હોસ્પિટલમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જિલ્લા આરોગ્ય અધિકારી, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિત અધિકારીઓ સાથે બેઠક કરી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન બનાવી શકાય તે માટે જરૂરી ચર્ચા કરી હતી.


જેમાં મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં MRI મશીન, સિટી સ્કેન મશીન, જૂની બિલ્ડિંગનુ રીનોવેશન, સ્પેશ્યલ અને સેમી સ્પેશ્યલ રૂમ, લેબોરેટરી, મોડ્યુલર ઓટી સહિતની સુવિધાઓ સિવિલ હોસ્પિટલમાં થાય અને અદ્યતન સુવિધાઓથી સિવિલ હોસ્પિટલ સજજ બને તે માટે ચર્ચા કરી હતી.જેમાં IPHl (ઈન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી) અંતગર્ત સિવિલ હોસ્પિટલની પસંદગી થઈ છે. જેમાં અદ્યતન લેબોરેટરી પણ બનાવવામાં આવશે તેવું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા, સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ પટેલ, આર.એમ.ઓ સહિત હાજર રહ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.