મોઢેરા સૂર્યમંદિર ખાતે સીએમની ઉપસ્થિતિમાં આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમ અંગે રીહર્સલ કરાયું

મહેસાણા
મહેસાણા

મોઢેરા સૂર્યમંદિર ખાતે કાલે સવારે યોજાનાર કાર્યક્રમ અંગેની રિહર્સલ યોગબોર્ડના શશીપાલ રાજપૂતી ઉપસ્થિતમાં કરાયું હતું. મોઢેરા ખાતે સૂર્યમંદિર કાર્યક્રમમાં સંસ્કૃતિક કાર્યક્રમ, ઉદબોધન,સમૂહમાં 11 સૂર્યનમસ્કાર, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીનું ઉદબોધન, વિજેતા સ્પર્ધકોનું સન્માન સહિત રાષ્ટ્રગાનનો કાર્યક્રમ યોજાશે.નવા વર્ષના પ્રથમ દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત સાથે સૂર્યનમસ્કારનું આયોજન કરાયું છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાવાનો છે. રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનીક સ્થળોએ આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમો યોજાવાના છે જે પૈકી 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાનાનો છે.


મહેસાણા જિલ્લામાં આઇકોનીક સ્થળ હાટકેશ્વર મંદિર ખાતે આરોગ્યમંત્રી અને શર્મિષ્ઠા તળાવ ખાતે સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહેશે. 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાવાનો છે જેમાંથી મહેસાણા જિલ્લામાં મોઢેરા સૂર્યમંદિર અને શર્મિષ્ઠા તળાવ ખાતેના કાર્યક્રમની નોંધ વિશ્વ રેકોર્ડમાં નોંધાવાની છે.મોઢેરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોનું સન્માન કરવામાં આવશે​​​​​​​. આ મહાઅભિયાન અંતર્ગત કાલે શરૂ થતા નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણ સાથે મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે યોજાશે. સૂર્ય દેવતાની આરાધના કરતો ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમની રીહર્સલ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ દરમિયાન નિવાસી અધિક કલકટર એસ.સી.સાવલિયા,પ્રાન્ત અધિકારી કડી,પ્રાન્ત અધિકારી મહેસાણા સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.