નવીન 6 ટ્રેકટરની ખરીદી કરાઈ સફાઈ કામદારોને જે મુશ્કેલીઓ પડી રહી હતી એ મુશ્કેલીઓ પણ ઓછી પડશે
ગુજરાત સરકારના 15મા નાણાંપંચમાંથી ઊંઝા નગરપાલિકા દ્વારા નવીન 6 ટ્રેકટરની ખરીદી કરાઈ. પાલિકા પ્રમુખ અને પાલિકાના કોર્પોરેટરો તેમજ અધિકારી- કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાની કામગીરી વેગવંતી બને તે માટે તાજેતરમાં નવીન 6 ટ્રેક્ટરોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આવેલા નવા ટ્રેક્ટરોને ઊંઝા નગરપાલિકા પ્રમુખ દ્વારા હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે વિધિવત લીલીઝંડી આપી કામની શરૂઆત કરાઈ હતી. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે ઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે.
જેમાં સ્વચ્છતા અભિયાનને વધારે વેગ મળે તે માટે ગુજરાત સરકારના 15મા નાણાપંચમાંથી નગરપાલિકા દ્વારા નવા છ ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવી છે. આમ નવીન ટ્રેક્ટરનો ઉમેરો થતાં નગરપાલિકા દ્વારા થતું સ્વચ્છતા કાર્ય વધુ વેગવાન બનશે. સફાઈ કામદારોને જે મુશ્કેલીઓ પડી રહી હતી એ મુશ્કેલીઓ પણ ઓછી પડશે.