કડીના વિવિધ ગામોમાં શોભાયાત્રા લાઈવ પ્રસારણ સહિતના કાર્યક્રમો યોજાશે

મહેસાણા
મહેસાણા

અયોધ્યા નગરીમાં ગણતરીના દિવસો બાદ ભવ્યાતિભવ્ય ચાર દિવસીય પ્રભુ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈ સમગ્ર દેશમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠામાં પધારવા માટે સાધુ-સંતોને આગેવાનો આમંત્રણ આપી રહ્યા છે. શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં તડામાર તૈયારીઓ તેમજ વિવિધ કાર્યક્રમોને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અનુસંધાને કડી તાલુકાના અનેક ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવે છે.

500 વર્ષથી વધુ વર્ષોના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. જ્યાં સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ દીપોત્સવ જેવો માહોલ જોવા મળશે. કડી તાલુકાના અનેક ગામોમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લાઈવ પ્રસારણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે કડી તાલુકાના લક્ષ્મીપુરા, મેઢા, કુંડાળ, જાસલપુર, આદુન્દ્રા જેવા કાર્યક્રમોમાં ચાર દિવસ, ત્રણ દિવસ, એક દિવસ જેવા દિવસોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

કડી તાલુકાના ડોલરીયા ગામ તરીકે પ્રસિદ્ધ જાસલપુર ગામે ચાર દિવસીય ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જાસલપુર ગામે ભજન વેશભૂષા, સુંદરકાંડ, નાટક, રાસ ગરબા, મહા આરતી ઘરે ઘરે દીપ પ્રાગટ્ય અને 22 જાન્યુઆરીએ લાઇવ ડીજે સાથે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન છે. તેમજ ચારે દિવસ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રભુ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમો ગામમાં આયોજન કરવામાં આવ્યા છે

અયોધ્યા નગરીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અક્ષત કળશ અભિયાન 15 જાન્યુઆરી સુધી ચાલનાર છે. જે અંતર્ગત કડી શહેરના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં અક્ષત કળશનું સામૈયું તેમજ વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવે છે. સમગ્ર કડી શહેર તેમજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.