મહેસાણા જિલ્લામાં ચૂંટણી ટાણે 6470 અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

મહેસાણા જિલ્લામાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મહેસાણા જિલ્લા માંથી 6570 અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.જેમાં 85 લોકોને તડી પાર કરી 15 સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે 1085 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે જિલ્લામાં કુલ 28 ચેક પોસ્ટ પર ચેકિંગ ની કામગીરી દિવસ રાત ચાલી રહી છે.

મહેસાણા જિલ્લામાં 2022 વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈ અઘટિત ઘટના કે કાયદો કે વ્યવસ્થા ન બગડે એ માટે સ્થિતિ જાળવવા જિલ્લા પોલીસ હાલમાં કામે લાગી છે.ત્યારે પોલીસે 6370 ઈસમો સામે અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી કરી છે.જ્યારે 85 ઇસમોને તડી પાર કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.