વિસનગરના હસનપુર નજીક પોલીસે વોચ ગોઠવી દારૂ ભરેલી ગાડી ઝડપી

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં તાલુકા પોલીસને બાતમી મળી હતી કે બ્રેઝા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉમતાથી વિસનગર તરફ આવે છે તે આધારે હસનપુર બસ સ્ટેન્ડ નજીક રોડ પર વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી ગાડી જે ઝડપી લીધી હતી. જેમાં અંધારાનો લાભ ઇસમ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.

જેમાં ગાડીમાં તપાસ કરતા પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 300 કીંમત 86,100 તેમજ ગાડી મળી કુલ રૂ.5,86,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે દારૂ ભરી લાવનાર, મંગાવનાર તેમજ ભરાવનાર મળી ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.