કડીના પીરોજપુર ગામે ઝાડીઓમાંથી પોલીસે રૂપિયા 1,64,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના થોળ રોડ ઉપર આવેલા પીરજપુર ગામે તળાવની પાળે બાવળની ઝાડીઓમાંથી પોલીસે બાતમીના આધારે રેડ કરીને રૂપિયા 1,64,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વ્યાપાર કરતો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે રેડ કરીને કાર્યવાહી કરી હતી.

કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન થોળળ રોડ ઉપર આવેલા દશામાના મંદિર પાસે પહોંચતા ખાનગી રહે બાતમી મળી હતી કે, પીરોજપુર ગામે આવેલા દૂધસાગર ડેરીની પાછળ તળાવની પાળે બાવળની ઝાળીઓમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.કડી તાલુકાના પીરોજપુર ગામે તળાવની પાળે બાવળની ઝાળીઓમાં ઠાકોર ચેતનજી નામના ઈસમે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને વેપલો કરી રહ્યો છે. જેવી હકીકતના આધારે રેડ કરી હતી. જ્યાં વ્યાપાર કરતો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ ઉપરથી બિયરના ટીન અને વિદેશી દારૂની બોટલો 602 નંગ કિંમત રૂપિયા 1,64,062નો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમ જ વેપાર કરતો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.