વિસનગરમાં વિદેશી દારૂ ભરી આવતી ગાડી સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં શહેર પોલીસને બાતમી મળી હતી કે, ખેરાલુ તરફના રોડ પરથી એક ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર થઈને આગળ જનાર છે. તે બાતમીના આધારે શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ આઇ.ટી.આઇ ફાટકનું કામકાજ ચાલતું હોવાથી લાવારિસ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર ગાડી સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 228, ગાડી તેમજ બે મોબાઇલ મળી કુલ 6,94,100નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બે ઈસમો સહિત કુલ 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો મહેસાણા ચોકડી ખાતે પ્રોહી તેમજ ટ્રાફિકની કામગીરીમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખેરાલુ તરફના રોડ પરથી એક સફેદ કલરની મારુતિ સુઝુકી એસ.ક્રોસ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર તરફ આવી રહી છે. તે આધારે પોલીસે સવાલા દરવાજા લાવારિસ બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવી હતી.બાતમી વાળી ગાડી આવતા પોલીસે ગાડી સાથે સોહનલાલ ઉર્ફે સુનીલ હરિરામ બિશ્નોઇ અને રામનિવાસ કિષ્ણારામ બિશ્નોઇ બન્નેને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા પાછળની સીટ તેમજ પાછળની ડેકીના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 228 કિંમત રૂ. 1,83,600, એસ.ક્રોસ ગાડી કિંમત રૂ. 5,00,000 તેમજ બે મોબાઇલ કિંમત રૂ. 10,500 મળી કુલ કિંમત રૂ. 6,94,100નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બે તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજુભાઈ જાટ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.