મહેસાણા જિલ્લામાં 31 ફર્સ્ટની રાત્રે 62 પીધેલાને પોલીસે ઝડપી પાડ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં 31 ફર્સ્ટ ને લઈ ને જિલ્લા ભરમાં પોલીસ દ્વારા સંઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં મહેસાણા,વિસનગર,ઊંઝા,કડી સહિતના વિવિધ પોલીસ મથકના સ્ટાફ રાત ભર ચેકિંગમાં જોડાયો હતો.આ દરમિયાન પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે ગત રાત્રી દરમિયાન નશો કરેલા 62 સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી આદરી છે.


થર્ટી ફર્સ્ટ નાઈટને લઈ મહેસાણા જિલ્લામાં ઠેરઠેર પોલીસ દ્વારા ચેક પોસ્ટ બનાવી બહારથી આવતા વાહન ચાલકોને તપાસ કર્યા હતા.જિલ્લામાં 64 પોલીસ અધિકારી 520 પોલીસ કર્મચારી અને 35 હોમગાર્ડ દ્વારા જિલ્લામાં ગત રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પોલીસે જિલ્લામાં તમામ એન્ટ્રી અને એકજીટ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું.તેમજ જિલ્લામાં આવેલા તમામ બાગ બગીચા,પાર્ટી પ્લોટની ઓળખ કરી પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.બીજી બાજુ she ટીમ મારફતે પણ સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ અને અન્ય જગ્યાઓ પર એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યા હતા.મહેસાણા જિલ્લામાં ડ્રિન્ક અને ડ્રાઇવના કેસ માટે ખાસ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. જેમાં પોલીસે મોડી રાત સુધી ચેકિંગ કરી જિલ્લા ભર માંથી કુલ 62 નસખોરો સામે કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.