પોલીસ કોન્સ્ટેબલ પતિ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

મહેસાણા
મહેસાણા

વિજાપુર તાલુકાના કણભા ગામે પરણાવેલી અને હાલ વસઈ પિયરમાં રહેતી પરિણીતાએ પોલીસ પતિ અને સાસુ-સસરાના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમયસર સારવાર મળતાં બચી ગયેલી પરિણીતાએ વિજાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પતિ અને સાસુ-સસરા સામે વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિજાપુર તાલુકાના વસઈ ગામે આશ્રમપુરામાં રહેતા પટેલ અરવિંદભાઈ બબાભાઈની દીકરી ભૂમિને ત્રણ વર્ષ પૂર્વે કણભા ગામના પટેલ ભરતલાલ ત્રિકમદાસના દીકરા અને વિજાપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશ પટેલ સાથે પરણાવી હતી.

2020માં ભૂમિને સંતાનમાં દીકરી થતાં સાસરિયાં દ્વારા અમારે દીકરો જોઈતો હતો ને તું દીકરી લાવે છે તેમ કહી મેણાં ટોણાં મારતા હતા.પોતાના સાસુ-સસરાએ મથુરભાઈને ના પાડી હોવાની ભૂમિને ખબર પડતાં પતિ સહિતના સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી તેણીએ ઘરમાં પડેલી ઘાસ બાળવાની ઝેરી દવા પી લીધી હતી અને મધ્યસ્થી મથુરભાઈના ઘરે પહોંચી પતિ અને સાસુ-સસરાના ત્રાસથી પોતે ઝેરી દવા પીધી હોવાનું જણાવતાં દવાખાને લઈ જવાઈ હતી. ભૂમિએ પતિ પટેલ મુકેશ ભરતલાલ, સસરા ભરત ત્રિકમદાસ અને સાસુ જશીબેન ભરતલાલ સામે ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.