ઉનાવા બાલાજી એસ્ટેટના ગોડાઉનમાંથી ૧૮૨ બોરી એરંડાની ચોરી થતાં પોલીસ ફરિયાદ

મહેસાણા
મહેસાણા

કુલ ૭.૯૧ લાખના મુદ્દામાલની ચોરી: ઊંઝા નજીક ઉનાવા ખાતે આવેલ બાલાજી એસ્ટેટના ભાવનાબેન કેતનભાઈ ગાંધીના ગોડાઉનમાં માર્કેટયાર્ડ બેંકના માલ તારણમાં મૂકેલ એરંડાની બોરી નંગ ૩૨૫૦ પૈકી ૧૮૨ બોરી વજન કુલ ૧૩,૬૫૦ કિંમત રૂપિયા ૭,૯૧,૭૦૦ ની કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ જતાં ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વિગતો અનુસાર, ઊંઝા શહેરમાં આવેલ ઉગરા પાર્ક સોસાયટી ગોલ્ડન ચોકડી નજીક રહેતા પટેલ પરેશ જયંતિલાલ શનિસાંઈ ટ્રેડસ નામની પેઢી ધરાવે છે. જેઓએ શનિસાંઈ પેઢીનાં નામથી એરંડા બોરી નંગ ૩૨૫૦ વજન ૨૪,૩૫,૮૦ કિલો ગ્રામ કિંમત રૂપિયા ૧,૪૧,૬૨,૮૯૬ નો ખરીદ કરેલ જે એરંડાનો માલ ઉનાવા ખાતે આવેલ ભાવનાબેન કેતનભાઈ ગાંધીના ગોડાઉનમાં મિલકત સર્વે નંબર ૬/૩૭૨ સર્વે નંબર ૧૯૨૯ ના ગોડાઉનમાં રાખેલ અને સદર એરંડાનો માલ માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંક લિ ઊંઝામાં સુપર સ્ટોક માલ તારણમાં મૂકી લોન લીઘી હતી. જે એરંડાની બોરી નંગ ૩૨૫૦ માંથી ૧૮૨ બોરી વજન કુલ ૧૩,૬૫૦ કુલ રૂપિયા ૭,૯૧,૭૦૦ કોઈ અજાણ્યા ઈસમ દ્રારા ચોરી કરી લઈ જતાં બાદમાં માર્કેટ યાર્ડ બેંક દ્વારા અધિકારીઓ સાથે પરામર્શ કરી સ્ટોક પત્રક તેમજ બિલો સાથે મેળવણી કરતાં એરંડાનો માલ ઓછો જણાઈ આવ્યો હતો. જેથી પરેશભાઈએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.