ઊંઝા વિસ્તારમાંથી પોલીસે જુગારના અડ્ડાઓ પર રેડ કરતા 5 જુગારીયા ઝડપ્યા

મહેસાણા
મહેસાણા

ઊંઝા પોલીસે જુગારના અડ્ડાઓ પર રેડ કરતા જુગાર રમતા પાંચ નબીરા ઝડપાયા હતા. પોલીસે પાંચેય જુગારીઓને ઝડપીને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઊંઝા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલી કે ઊંઝા પોંજરાપોળ વૈદનાથ મંદિરની પાછળ ખુલ્લી જગ્યાએ અમુક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારુ ગંજી પાનાનો રમીનો જુગાર રમાડે છે. જે માહિતીના આધારે ઊંઝા પોલીસે એરિયા કોર્ડન કરી રેડ કરતા જુગાર રમતા પાંચ ઈસમો પકડાઈ ગયા હતા. જેમાં ઊંઝા પોલીસે નામ પુછતા (1) ઠાકોર ભરતજી મગનજી, ખજુરિપોળ ઊંઝા (2) પટેલ દિલીપભાઈ જ્યંતિભાઈ, ખજૂરીપોળ ઊંઝા (3) ઠાકોર લાલાજી મફાજી, ખજૂરીપોળ ઊંઝા (4) પંડ્યા સાવંતભાઈ, ઊંઝા (5) પંચાલ રવિકુમાર દશરથભાઈ, ઊંઝા ને પોલીસે પકડી અંગ ઝડતી કરતા રોકડા 13,100 રૂપિયા અને મોબાઈલ ફોન કિંમત 10,000 રૂપિયા જે કુલ મુદ્દામાલ મળીને 23,100 મળી આવ્યો હતો. તેમજ અન્ય ગંજીપાના જપ્ત કરીને ઊંઝા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.