કડી થી જાસલપુર મંદિરે જતા દર્શનાર્થીઓ અને રાહદારીઓ રસ્તની ખખડધજ હાલતથી પરેશાન

મહેસાણા
મહેસાણા

કડીથી જાસલપુર જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખખડધજ થવાથી વાહનચાલકો, રાહદારીઓ અને દર્શનાર્થીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. છતાં પણ જાણે તંત્ર મુકપ્રેક્ષ થઈને બેઠું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ રોડ ઉપર છેલ્લા બે વર્ષથી અસંખ્ય અકસ્માત થયા હોવા છતાં આ રોડની મરામત ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જોટાણા રોડથી કડી અને કડીથી ઘુમટીયા થઈને જાસલપુર જવાનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. “રોડ ઉપર ખાડા છે કે ખાડામાં રોડ છે” તેવા દ્રશ્યો રોડ ઉપર જોવા મળી રહ્યા હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.કડી તાલુકાના જાસલપુર ગામે ઐતિહાસિક મેલડી માતાજીનું મંદિર છે. જ્યાં અગિયારસ હશે તેમ જ પૂનમના દિવસે અસંખ્ય ભક્તો માતાજીના દર્શન અર્થે જતા હોય છે. કડી તાલુકા તેમજ આજુબાજુ ગામડાઓમાંથી ભક્તો દર્શન કરવા માટે આવતા જતા હોય છે. જ્યારે આ રોડ ઉપરથી માતાજીના દર્શન અર્થે જાસલપુર જવું ખૂબ જ દઇનીય બની ગયું છે.જાસલપુર ગામના તેમજ પ્રજાજનો દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર જાણે આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં આ રોડ ઉપર અસંખ્ય અકસ્માત થતા પણ જોવા મળી રહ્યા છે. અકસ્માતમાં કેટલાક લોકો મૃત્યુ પામવાની ઘટના પણ સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા રોડનું મરમ્મત ન કરાવતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.


કડી શહેરના ઘુમટીયા વિસ્તારમાં થઈને જાસલપુર તરફ જતો રોડ જાણે ખખડધજ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. બેચરાજી, વિરમગામ, રામપુરા, દેત્રોજથી આવતા દર્શનાર્થીઓ ખખડધજ અને બિસ્માર રોડ ઉપર થઈને જવાનો વારો આવતો હોય છે.જાસલપુર તેમજ અલદેસણના ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરી છતાં મરમ્મત ન કરાતા લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે. જાસલપુર મેલડી માતાજી મંદિરના ટ્રસ્ટી અને જાસલપુરના વતની અને અત્યારે હાલ કડી ખાતે રહેતા તારક મહેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, કડીથી જાસલપુર જવાના રોડની હાલત ખૂબ જ બિસ્માર છે.દર પુનમે 5,000થી વધુ માઇ ભક્તો દર્શનાર્થે જાસલપુર મેલડી માતાજીના મંદિરે આવતા હોય છે. દિવાળીના તહેવારમાં જાસલપુર ગામે દીપોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં 50,000થી વધુ લોકો આવતા હોય છે.કડી જાસલપુર રોડ ઉપર છેલ્લા બે વર્ષમાં રોડ અકસ્માતના કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ લોકોના આ રોડ પર અકસ્માત થયા છે. જેના કારણે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે. કડી માર્ગ એન્ડ મકાન વિભાગમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ જ પરિણામ મળતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.