મહેસાણાની રાધનપુર ચોકડી પાસે ચાણસ્મા જઈ રહેલી બસમાં ચડતી વખતે મુસાફરીના ફોનની ચોરી, તસ્કર વિરૂદ્ધ ફરિયાદ

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર ચોકડી પાસે ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક મુસાફર બસમાં ચડવા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યો કોઈ ઈસમે તેના ફોનની ચોરી કરી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જેથી મુસાફરે પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામના બોરીચા ભોજાભાઈ 7 ઓક્ટોબર દરમિયાન મહેસાણા ખાતે આવ્યાં હતા. સાંજે સાડા પાંચ કલાકે રાધનપુર ચોકડીથી ચાણસ્માની બસ આવતા બસમાં બેસવા ગયા એ દરમિયાન ધક્કા મૂકી થતા ફરિયાદીના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલો ફોનની અજાણ્યા ઈસમે ચોરી કરી હતી. આ સમગ્ર મામલની મુસાફરને બસમાં બેસ્યાં બાદ જાણ થઈ હતી. જેથી સમગ્ર ઘટનાને લઈ મુસાફરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.