મહેસાણામાં પેરોલ ફ્લો ટીમે ઠગાઇના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

ઉંઝા પોલીસ સ્ટેશનમાં ઠગાઇના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામા આવ્યો છે. મહેસાણા પેરોલ ફ્લો ટીમ દ્વારા આરોપીને બાતમી વાળી જગ્યા પર જઇને ઝડપી લીધો હતો.ત્યારબાદ વધુ તપાસ માટે આરોપીને ઉંઝા પોલીસને સોપવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક,વિરેન્દ્રસિંહ યાદવ , ગાંધીનગર રેન્જ, ગાંધીનગરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા પોલીસ અધિક્ષક, અચલ ત્યાગીએ મહેસાણા જિલ્લામાં પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર કેદી નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના આપી હતી , તેમજ પો.ઇન્સ, એ.યુ.રોઝ એલ.સી.બી. મહેસાણા નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે મહેસાણા પોલીસ અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે ઉંઝા પોલીસ સ્ટેશનમાં ipcની કલમ 420, 114 મુજબ નોંધાયેલ ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપી પટેલ ભાવેશભાઇ કાંતીલાલ રહે, જીવદયા સોસાયટી રાધનપુર રોડ, મહેસાણા વાળાઓ પોતાના ઘરે હાજર છે. આ બાતમીને આધારે પોલીસે તે સ્થળ પર પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો. અને તેની ગુના સબંધે વેરીફાઇ કરી કચેરીએ લાવી તા.17/08/2023 ના રોજ સી.આર.પી.સી. કલમ-41(1)આઈ મુજબ અટકાયત કરી આગળની ઘટતી કાર્યવાહી સારૂ આરોપી ઉઝા પોલીસને સોપવામાં આવ્યો છે. આમ, પેરોલ/ફર્લો સ્કોડ મહેસાણા દ્રારા ઠગાઇના ગુનામાં 11 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.