કડીના જાસલપુર રોડ ઉપર વિદેશી દારૂની બોટલો ભરીને આવતો રીક્ષાચાલક પોલીસને જોઈ રિક્ષા મૂકીને ભાગી ગયો

મહેસાણા
મહેસાણા

કડીથી જાસલપુર તરફ જતા રોડ ઉપર પરીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કડી તરફ આવી રહી છે. જેવી હકીકત પોલીસને મળતા પોલીસ જગ્યા ઉપર પહોંચી હતી. જ્યાં જાસલપુર તરફથી રીક્ષા આવી રહી હતી.પોલીસને જોઈ રીક્ષા ચાલક પોતાની રીક્ષા મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે રિક્ષાની તલાશી કરતા અલગ અલગ બ્રાન્ડની 73 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ સહિત મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ પોલીસે કમર કસીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે કયાવત હાથ ધરી ધરી છે. પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન પોલીસને ખાનગી રાહી બાતમી મળી હતી કે, જાસલપુર તરફથી એક રીક્ષા આવી રહી છે અને કડી તરફ જવાની છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.


પોલીસ સ્થળવાળી જગ્યા ઉપર જાસલપુર રોડ ઉપર પહોંચી હતી અને વોચ ગોઠવીને પોલીસ ઉભી હતી. જે દરમિયાન એક સી.એન.જી રીક્ષા નંબર GJ 1 CT 0151 આવતા પોલીસે તેને ઉભી રાખવા માટે હાથ લાંબો કર્યો હતો. પોલીસને જોઈ રીક્ષાચાલક દૂરથી જ પોતાની રીક્ષા મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યાં પોલીસ રીક્ષા પાસે પહોંચીને તલાસી કરતાં અલગ અલગ બ્રાન્ચની વિદેશી દારૂની બોટલો 73 મળી આવી હતી. પોલીસે રૂપિયા 6,225નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ કરી ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.