કડીના જાસલપુર રોડ ઉપર યુવક નોકરીથી આવીને ફ્લેટની નીચે બાઇક પાર્ક કર્યું હતું અને ગઠિયો બાઈક ઉઠાવી ગયો

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. કડી, નંદાસણ અને બાવલુ પોલીસ મથકમાં અનેક વખત બાઈક તેમજ રીક્ષા ચોરીની ફરિયાદો નોંધાવા પામતી જોવા મળી રહી છે. વાહન ચોરીના બનાવવામાં વધારો થતા વાહનધારકો તેમજ રાહદારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે ફરી એકવાર બાઈક ચોરીની ઘટના સામે આવતા કડી પોલીસ પથકમાં ગુનો દાખલ થયો હતો. કડીના જાસલપુર રોડ ઉપર યુવકે પોતાનું બાઈક ફ્લેટની નીચે પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. જ્યાં ગઠિયો બાઈકની ચોરી કરી જતાં યુવકે સીસીટીવીમાં ચેક કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકા તેમજ શહેરની અંદર વારંવાર વાહન ચોરીની તસ્કરી થતા પોલીસ પેટ્રોલિંગ ઉપર અનેક સવાલ થઈ રહ્યા છે. કડીના જાસલપુર રોડ ઉપર આવેલ જન્નત સીટીની બાજુમાં તાજમહલ હીલ પેલેસ નામના ફ્લેટમાં રહેતા સાહિલ કુરેશી જેવો નંદાસણ રોડ પર આવેલ રાજા ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી રહ્યા છે અને પોતાની નોકરીમાં અવર જવર કરવા માટે અને ઘર વપરાશ કરવા માટે થોડાક વર્ષ પૂર્વે બજાજ કંપનીનું પલ્સર બાઈક ખરીદ કરેલ 16/12/23ના સવારે પોતે બાઈક લઈને નોકરી ઉપર ગયા હતા.સાંજે પલ્સર બાઈક નંબર GJ 2 EB 1267 લઈને પોતાના ઘરે આવ્યા હતા અને ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરીને પોતાના ઘરે ગયા હતા. જમી પરવારીને સુઈ ગયા હતા અને બીજા દિવસે રાબેતા મુજબ પોતાને નોકરી જવાનું હોય તેઓ નીચે પાર્કિંગમાં આવીને જોયું તો તેમનું પલ્સર બાઈક દેખાયું ન હતું. જે બાદ તેઓએ ફ્લેટના પાર્કિંગમાં લગાવેલ સીસીટીવી ચેક કરાવતા રાત્રિ દરમિયાન તસ્કર આવી પહોંચ્યો હતો અને તેમની માલિકીનું બાઈક ચોરીને ફરાર થઈ ગયો હતો. જે બાદ તેઓએ ઈ.એફ.આર.આઇ નોંધાવી હતી. જે બાદ પોલીસે બુધવારે તેમના નિવેદનના આધારે તસ્કર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.