જૂની પેન્શન યોજનાની માંગણી સાથે મહેસાણામાં ત્રણ જિલ્લાના 2500થી વધુ શિક્ષકોએ પદયાત્રા યોજી સુત્રોચ્ચાર કર્યાં

મહેસાણા
મહેસાણા

જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા સહિતની માંગણીઓને લઈ આજે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના 2500થી વધુ શિક્ષકો અરવિંદ બાગ ખાતે એકઠા થયા હતા અને મહા પંચાયત યોજી હતી. 2500 જેટલા શિક્ષકો આજે મહેસાણા ખાતે પહોંચ્યા બાદ બપોરે 2 કિલોમીટરની પદયાત્રા યોજી અરવિંદ બાદ ખાતે મહા પંચાયત યોજી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.મહેસાણા શૈક્ષીક મહાસંઘના જોડાયેલા શિક્ષકોએ બપોરે 3 કલાકે રૂટ 1 માં બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો સોમનાથ ચોકડીથી જિલ્લા પંચાયત થઈ અરવિંદ બાગ સુધી પદયાત્રા યોજી હતી. ત્યારે રૂટ 2 ના પાટણ જિલ્લાના શિક્ષકો રાધનપુર ચોકડીથી ગોપીનાળા થઈ અરવિંદ બાગ અને રૂટ 3 માં મહેસાણા જિલ્લાના શિક્ષકો પરા, ધોબીઘાટ,હૈદરીચોક થઈ અરવિંદ બાગ પદયાત્રા રૂપે પહોંચ્યા હતા.


2500 જેટલા શિક્ષકોએ રવિંદબાગમાં મહાપંચાયત યોજી હતી. જેમાં શિક્ષકોએ પોતાની માગો દર્શાવતા જણાવ્યું હતું કે, પાંચ મંત્રીઓના સમૂહ સાથે થયેલા સમાધાન મુજબ કેન્દ્ર સરકારની જેમ 1 લી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, કેન્દ્ર સરકારની જેમ શિક્ષકોના એનપીએસ 10 % કપાતની સામે સરકારનો 14 ટકા ફાળો કપાત કરવા ઠરાવ કરવો સહિતના મુદ્દે માંગો દર્શાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.