મહેસાણા જિલ્લાના 30 એકમો પર તોલમાપ વિભાગની 2 લાખથી વધુ પેનલ્ટી વસુલાઈ
મહેસાણા જિલ્લાનાના તોલમાપ વિભાગે જિલ્લામાં આવેલા ત્રણ તાલુકામાં ઓચિંતી તપાસ કરતા ગ્રાહકોને ઓછા વજનમા વસ્તુઓ આપવી તેમજ વિવિધ પ્રોડક્શન અને તેના મામલે જરૂરી નિર્દેશનો અને તોલમાપ નિયમોનું પાલન નહિ કરતા કુલ 30 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જેની સામે બે લાખથી વધુનનો દંડ ફટકારવામાં આવ્યો હતો.મહેસાણા જિલ્લા તોલમાપ વિભાગના અધિકારી આર.ડી.પટેલ સહિતની ટીમે મહેસાણા જિલ્લામાં એક માસ દરમિયાન મહેસાણા,ઊંઝા,વડનગરમા ઓચિંતી તપાસ કરી હતી.જેમાં આ ત્રણ તાલુકામાં વિવિધ એકમો પર તપાસ કરી જેમાં હાર્ડવેર,બીલડીગ મટીરિયલ્સ અને ઇશકબુલ ના ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રોડકકટ મા તોલમાપ ના નિયમો અને નિર્દેશનોનું પાલન ન કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ક્યારે કેટલીક વ્યાપારીઓ દ્વારા વકન કાંટા રજિસ્ટ્રેશન અને તપાસ ન કરવી હોવાનું સામે આવ્યું હતું.જેથી તંત્ર દ્વારા નિયમોનુંસાર કુલ 30 એકમો સામે કાર્યવાહી કરતા સ્થળ પર જ 2 લાખ 700 જેટલી માંડવાળ ફી વસુલાત કરતા અન્ય વ્યાપારીઓમા ફફડાટ પેસી ગયો હતો.