કડીના ભાલઠી ધરમપુરમાં 18થી વધુ લોકોને વાંદરા કરડ્યા

મહેસાણા
મહેસાણા

કડીના ભાલ્ઠી ધરમપુર ગામમાં છેલ્લા એક મહિનાથી વાંદરાઓએ આતંક યથાવત રહ્યો છે. અગાઉ શાળાના બાળકો સહિત 18 લોકોને બચકાં ભરી ઘાયલ કર્યા બાદ સોમવારે મહિલા સહિત વધુ બે લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઇ ગામલોકોમાં ભયનો માહોલ ખડો થયો છે. આ ઉપરાંત શાળામાં બાળકોની સંખ્યાંમાં ઘટાડો જોવા મળતા શિક્ષણ ઉપર પણ તેની માઠી અસર પડી છે.સોમવારે પટેલ અરૂણાબેન હરિકૃષ્ણભાઈ તથા શૈલેશ બાબુભાઈ બજાણિયાના હાથે વાંદરાએ બચકાં ભરી લેતાં કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઉલ્લેખનિય છે કે, ગત 6 ડિસેમ્બરે પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોએ ગામમાં વાંદરાના ટોળાંએ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામલોકોને ઈજાગ્રસ્ત કરતાં શાળાના શિક્ષણકાર્ય પર માઠી અસર પડી રહી છે. વિદ્યાર્થીઓ માનસિક રીતે અસ્વસ્થ બની જતાં શાળામાં સંખ્યા ઘટી રહી હોવા અંગે કડી રેન્જ ફોરેસ્ટ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જોકે, તેમ છતાં આજદિન સુધી વાઈલ્ડ લાઈફ વિભાગ વાંદરાના ઝુંડ પકડવામાં અસફળ રહ્યું છે. જેથી ગામલોકો વાંદરાના આતંકથી એકલદોકલ ખેતરમાં કે દેવદર્શને જવાનું પણ ટાળી રહ્યાં છે. ખેતી સહિતના વ્યવસાય પર તેની અસર વર્તાઈ થઈ રહી છે.છેલ્લા એક મહિનાથી કડી તાલુકાના ભલઠી ધરમપુર ગામે શાળામાં તેમજ ગામની અંદર 10થી વધુ વાંદરાઓનું ટોળું ધસી આવ્યું છે. જેના કારણે લોકો ભયભીંત બની ગયા છે. અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને સૂચના આપવામાં આવેલી છે કે, બાળકોને વાલીએ મુકવા આવવું. તેમજ શાળાએ જતા બાળકો હાથમાં ધોકા લઈને જવાની ફરજ પડી રહી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ઘટાડો થતા શિક્ષણ કાર્ય પર માઢી અસર વર્તાઈ રહી છે. શાળાના પ્રિન્સિપાલ દ્વારા કડી રેન્જ ફોરેસ્ટ અધિકારીને લેખિતમાં પત્ર લખીને જાણ કરી છે, પરંતુ હજુ સુધી વાંદરાઓ પકડમાં ન આવતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.કડી તાલુકાના ભાલઠી ધરમપુર ગામના સરપંચ અલ્પેશકુમાર પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી ગામમાં 10થી વધુ વાંદરાઓનું ટોળું આવી પહોંચ્યું છે. વાંદરાઓ ગામમાં ધમાલ કરી રહ્યા છે. તેમજ નુકસાન પહોંચાડી રહ્યા છે. ગામના લોકોને અવર-જવર કરવા માટે તકલીફ પડી રહી છે. ગામના લોકો ગમે ત્યારે ફરતા હોય ત્યારે ગમે ત્યાથી આવી વાંદરાઓ બચકા ભરી લે છે. વન વિભાગવાળા આવ્યા હતા અને તેમના પ્રયત્ન અને ગામના પ્રયત્નોથી બે વાંદરાઓને પકડાયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, સ્કૂલમાં બાળકોને મૂકવા માટે વાલીઓને ફરજ પડી છે. વાંદરાઓના કારણે વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન રહેતું નથી 10થી વધુ લોકોને વાંદરા કરડ્યા છે. ગઈકાલે બે લોકોને કરડતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગમાંથી નરેન્દ્ર ભાઈ આવ્યા હતા. તેમના પ્રયત્ન અને ગામના પ્રયત્નોથી એક વાંદરાને પકડીને લઈ ગયા હતા. અમારી માગણી છે કે, બધા વાંદરાઓને પકડીને લઈ જવામાં આવેકડી તાલુકાના ભાલઠી ગામે વાંદરાઓના ત્રાસથી પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ ધોકા અને ડંડા લઈને આવવાની ફરજ પડી રહી છે. શાળાના શિક્ષક સ્ટાફ જ્યારે સ્કૂલ ચાલુ થવાની હોય ત્યારે સ્કૂલની બહાર ધોકા લઈને ઊભા રહેવાની ફરજ પડી રહી છે. અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય વિદ્યાબેન કાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, શાળામાં તેમજ ગામમાં ઘણા દિવસથી વાંદરાઓનો ત્રાસ છે. પહેલા ગામમાં બે જણાને વાંદરો કરડ્યો હતો. પછી મારી સ્કૂલમાં બે બાળકોને વાંદરો કરડ્યો હતો.આ બાબતે વન વિભાગમાં પણ જાણ કરેલી છે અને એક વાંદરાને પકડીને લઈ ગયેલા છે, પરંતુ મેં તો બધા વાંદરાઓને પકડવાની રજૂઆત કરી છે. વાંદરાઓના ત્રાસથી બાળકો આવતા નથી, કેમકે બાળકોના વાલીઓને તેમજ શાળામાં આવતા વિદ્યાર્થીઓને પણ બીક લાગે છે. મારી શાળાની સંખ્યા 145 હતી. વાંદરા કરડવાના પ્રશ્નને લીધે વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ ઉપર શિક્ષણ કાર્યની માઢી અસર જોવા મળી રહી છે. આથા તમામ વાંદરાઓનો નિકાલ કરવામાં આવે તેવી અમારી માગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.