વિસનગરમાં મીરા મેડિકલ હોસ્પિટલનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં અંકુર સોસાયટી ખાતે આધુનિક સુવિધાથી સજ્જ મીરા મેડિકલ હોસ્પિટલનું ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરમાં આ હોસ્પિટલમાં હૃદય તેમજ શ્વાસને લગતી તમામ બીમારીઓ માટેની સુવિધાઓ મળી રહેશે. જે દર્દીઓને મહેસાણા કે અમદાવાદ જવાની જરૂર પડતી હતી તે સારવાર હવે વિસનગરમાં જ મળી રહેશે.

વિસનગરમાં અદ્યતન આધુનિક સુવિધાઓથી સજ્જ મીરા મેડિકલ હોસ્પિટલનું ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં મીરા મેડિકલ હોસ્પિટલમાં સાત બેડના આઇ.સી.યુમાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટે અદ્યતન વેન્ટિલેટરની સુવિધા, હૃદયની તકલીફ જાણવા અથવા હૃદયની કાર્યક્ષમતા જાણવા ટી.એમ.ટી મશીનની સુવિધા, મોનીટરની સુવિધા, ઇન્ફ્યુંજન પંપ, ઈ.સી.જી, નેબ્યુંલાઈજર, સર્પ દંશ માટે ક્રિટીકલ કેર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને હવે હૃદય અને શ્વાસની તકલીફ માટે મહેસાણા કે અમદાવાદ જવાની જરૂર પડશે નહિ અને વિસનગરમાં જ સારવાર મળી રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે રાજુભાઈ પટેલ (આર.કે.), પ્રકાશ પટેલ ચેરમેન સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ઉત્તમ પટેલ નગરપાલિકા પ્રમુખ, રૂપલ પટેલ, સી.એમ.પટેલ એડવોકેટ, ઈશ્વર પટેલ (બિરલા) સહિત અન્ય ડોક્ટર્સ પણ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.